Gujarat JILLA Quiz : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે.
Subject | ગુજરાતના જિલ્લા કચ્છ વિશે |
Date | 06 /10/2022 |
Question | 10 |
Type | MCQ with Answer |

કચ્છ
*મુખ્ય મથક
ભૂજ
*તાલુકા :10
ભૂજ
અંજાર
અબડાસા
રાપર
નખત્રાણા
મુંદ્રા
માંડવી
લખપત
ગાંધીધામ
ભચાઉ
Gujaratno jillo kutch
વિશેષતા ::
* ગુજરાતનો સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો -કચ્છ
* ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો -કચ્છ
*ગુજરાતમાં સૌથી વધુ મેન્ગ્રુવ ધરાવતો જિલ્લો -કચ્છ
*ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટું અભયારણ્ય -સુરખાબનગર અભયારણ્ય (તાલુકો -રાપર )
*ગુજરાતમાં લિગ્નાઈત,બેનટોનાઈટ અને ચુનાના પથ્થર જેવા ખનીજોમાં પ્રથમ સ્થાન ધરાવે છે
*કચ્છ જીલ્લાનો સૌથી ઊંચો ડુંગર -કાળો ડુંગર (437 મીટર )
*કચ્છ નું સુન્દરી નામનું સંગીત વાદ્ય જાણીતું છે
*ગુજરાત સરકાર દ્વારાધોરડો ખાતે દર વર્ષ ડીસેમ્બર મહિનામાં રણોત્સવ ઉજવવામાં આવે છે
*ગુજરાતનો સૌથી લાંબો દરીયાકીનારો ધરાવતો જિલ્લો-કચ્છ (406 KM)
*કચ્છના દરિયાકિનારા વા પ્રદેશને કંઠીનું મેદાન કહે છે.
*બન્ની અને ખવડા વચ્ચેના પ્રદેશને મેદાન કહે છે.
જોવાલાયક સ્થળો :–
*ભુજ -ભુજમાં દેસલસર અને હમીરસર તળાવ ,સૌથી પ્રાચીન મ્યુઝીયમ એવું કચ્છ મ્યુઝીયમ ,પ્રાગ મહેલ,
શરદબાગ પેલેસ જોવા લાયક છે.
>રામસંગ માલમે પરદેશથી કાચી વિદ્યાશીખી બનાવેલો કલાત્મક આયના મહેલ આવેલો છે.
*ધોરવીરા -હ્ડ્ડપણસંસ્કૃતીના અવશેષો મળી આવ્યા
*રાપર -ત્રિકમ સાહેબની સમાધિ આવેલી છે.
*અંજાર -જેસલ -તોરલની સમાધિ આવેલી છે.
* નારાયણ સરોવર -68 તીર્થમાનું એક અને 5 પ્રવિત્ર સરોવારમાંનું એક
*ભદ્રેશ્વર -જૈન્નોનું પ્રવિત્ર તીર્થ ધામ ,અહી મહાભારત કાળની લગભગ 4500 વર્ષ જૂની પાંડવકુંડ વાવ આવેલી છે
*કંડલા -ગુજરાતનું સૌથી મોટું બંદર છે ,1965 માં કંડલા એ ભારતનું સૌ પ્રથમ (SEZ-Special Economic
zone) બન્યું હતું.
*માતાનોમઢ -આશાપુરા માતાનું મંદિર આવેલું છે.
*મુંદ્રા -કચ્છનું પેરિસ કહેવાય છે.
*તે ઉપરાંત અહી અલ્લાબંધ ,ધીણોધર ,માંડવી,સુથરી ,ગંગાજીનો મેળો ,હબા ડુંગર જોવાલાયલ છે .
*થર્મલવિધુતમથક -પાનન્દ્રો અને કંડલા ખાતે આવેલ છે.