NMMS(National Means Cum Merit Scholarship) નીપરીક્ષા કોણ આપી શકે?
NMMSની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે. જે ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે.
કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષા આપી શકશે નહિ.
જે વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષામાં મેરીટમાં આવશે તે વિદ્યાર્થીઓને સરકાર તરફથી દર મહીને 1000/- રૂપિયા મળવા પાત્ર છે.જે ધોરણ 9 થી 12 સુધી મળવા પાત્ર છે.
જે વિધાર્થીઓ ધોરણ 7 માં ઓછામાં ઓછા 55% માર્ક્સ અથવા તેના સમક્ષ ગ્રેડ મેળવેલ હશે તેવા વિદ્યાર્થીઓ NMMS – 2022-23ની પરીક્ષા આપી શકશે.
NMMS 2022-23 Highlights
પરીક્ષાનુંપૂરું નામ | નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ |
પરીક્ષાનું ટૂંકું નામ | NMMS |
પરીક્ષા લેનાર | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
પરીક્ષાની ભાષા | ગુજરાતી |
પરીક્ષાની પધ્ધતિ | ઓફલાઈન |
પરીક્ષાનો સમય | 3 કલાક |
Official Website | www.sebexam.org |
NMMS EXAM 2022-23
નેશનલ મીન્સ ક્રમ મેરીટ સ્કોલરશીપ યોજના (NMMS)- ૨૦૨૨-૨૩ પરીક્ષા ના આવેદનપત્રો ટુંક સમયમાં ભરવામાં આવશે.
આ પરીક્ષામા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮ માં સરકારી પ્રાથમિક શાળાઓં, લોકલ બોડી શાળાઓમાં ( જિલ્લા પંચાયત/ મહાનગરપાલિકા/ નગરપાલિકાનીશાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિધાર્થીઓં N.M.M.S ની પરીક્ષા આપી શકે છે.
ચાલુ વર્ષે ધોરણ 8 માં લેવાનાર NMMS ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી સામાન્ય જ્ઞાન અને NMMS પરીક્ષામાં પુછાઈ શકે તેના માટે quizbank.in દ્વારા quiz ચાલુ કરેલ છે.
quiz આપવા માટે Start બટન પર ક્લિક કરો.